અગ્નિ ને સાક્ષી માનીને આપવામાં આવતા સાત વચન...

લગ્ન એક એવો પવિત્ર સંબંધ છે જેમાં માત્ર બે વ્યક્તિ નહીં પરંતુ બે પરીવાર પણ એકબીજા સાથે જોડાય છે. 
આપણા સમાજમાં લગ્ન ખૂબ જ ધામધૂમથી અને અનેક રીત રીવાજો સાથે કરવામાં આવે છે. 
હિંદૂ ધર્મમાં લગ્ન સમયે વર અને કન્યા સપ્તપદીના વચન લે છે. 
આ વચન વિશે તો સૌ કોઈ જાણતા હોય છે પરંતુ સપ્તપદી ના ૭ વચન નું મહત્વ કદાચ તમે નહીં જાણતા હોય, તો ચાલો આજે તેમના મહત્વ વિષે જાણીએ.

 

Saptpadi
  

1. પહેલું  વચન

तीर्थव्रतोद्यापन यज्ञकर्म मया सहैव प्रियवयं कुर्या:,

वामांगमायामि तदा त्वदीयं ब्रवीति वाक्यं प्रथमं कुमारी !!

આ વચનમાં કન્યા વર પાસેથી વચન માંગે છે કે તે ધાર્મિક કાર્ય કરે, કોઈ વ્રત - ઉપવાસ કરે કે પછી તીર્થયાત્રા કરે તેમાં તેને સાથે રાખશે. આવા કાર્યોમાં તે તેના વામાંગમાં આવવાનું સ્વીકાર કરે છે.

 

2. બીજુ વચન

पुज्यौ यथा स्वौ पितरौ ममापि तथेशभक्तो निजकर्म कुर्या:,

वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं द्वितीयम !!

બીજા વચન માં કન્યા વર પાસે વચન માંગે છે કે, જે રીતે તમે પોતાના માતપિતાનું સન્માન કરો છો તે જ રીતે મારા માતપિતાનું પણ સન્માન કરશો.  

 

3. ત્રીજું વચન 

जीवनम अवस्थात्रये मम पालनां कुर्यात,

वामांगंयामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं तृ्तीयं !!

ત્રીજા વચન માં કન્યા વર પાસે વચન માંગે છે કે, જીવનની ત્રણેય અવસ્થા એટલે કે યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં મારો સાથ નિભાવશો. 

 

4. ચોથું વચન 

कुटुम्बसंपालनसर्वकार्य कर्तु प्रतिज्ञां यदि कातं कुर्या:,

वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं चतुर्थं !!

ચોથા વચનમાં કન્યા વર ને કહે છે કે ઘરની તમામ આવશ્યકતાઓને પૂરી કરવાની જવાબદારી તમારી છે. 

 

5. પાંચમું વચન 

स्वसद्यकार्ये व्यवहारकर्मण्ये व्यये मामापि मन्त्रयेथा,

वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: पंचमत्र कन्या !!

આ વચનનો અર્થ છે કે વર ઘરના કામ અને લેવડદેવડ તેમજ અન્ય ખર્ચમાં પત્નીની સલાહ લેશે.
 

6. છઠું વચન

न मेपमानमं सविधे सखीनां द्यूतं न वा दुर्व्यसनं भंजश्चेत,

वामाम्गमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं च षष्ठम !!

આ વચનમાં કન્યા વરને કહે છે કે તે ઘરના બાકી સભ્યો અથવા બહારના કોઈ પણ વ્યક્તિ સામે પોતાની પત્નીનું અપમાન નહીં કરે. આ ઉપરાંત તે તમામ પ્રકાર ના દુર્વ્યસનોથી પોતાને દૂર રાખશે.

 

7. સાતમું વચન

परस्त्रियं मातृसमां समीक्ष्य स्नेहं सदा चेन्मयि कान्त कुर्या,

वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: सप्तममत्र कन्या !!

સાતમા અને છેલ્લા વચનમાં કન્યા માંગે છે કે તેનો પતિ પરસ્ત્રીને માતા સમાન સમજશે અને પતિ-પત્નીના પ્રેમ વચ્ચે અન્ય કોઈ નહીં આવે.

Leave your comment